નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કિસાન કાયદા વિરુદ્ધ પંજાબ અને હરિયાણાથી મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી આવી રહ્યા છે. આંદોલનકારી ખેડૂતોને દિલ્હીમાં ઘૂસતા રોકવા માટે પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. આ માટે દિલ્હીની સરહદોને સીલ કરી દેવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં બપોરે 2 વાગે મેટ્રો સેવા ડિસ્ટર્બ રહેશે
કિસાન આંદોલનના કારણે દિલ્હીમાં મેટ્રો સેવા ઉપર પણ આંશિક અસર પડી છે. પાડોશી રાજ્યોથી આવનારા મેટ્રો રૂટ પર બપોરે 2 વાગ્યા સુધી મેટ્રો સેવા બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન દિલ્હીના 12 મેટ્રો સ્ટેશનથી લોકોના બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. પંજાબ-હરિયાણાથી આવતા હજારો ખેડૂતોને દિલ્હીમાં ઘૂસતા રોકવા માટે સરહદ પર ભારે પોલીસ ફોર્સ તૈનાત કરાઈ છે. 


Whatsapp પર જો આ મેસેજ આવે તો થઈ જાઓ સાવધાન...અલર્ટ જાહેર


કુરુક્ષેત્રમાં પોલીસે ખેડૂતો પર કર્યો વોટર કેનનનો મારો
આ બધા વચ્ચે દિલ્હી તરફ માર્ચ કરી રહેલા આંદોલનકારી ખેડૂતો પર પોલીસે વોટર કેનનનો મારો કર્યો અને ભીડને તોડવાની કોશિશ કરવામાં આવી. દિલ્હી ચલોના નારા સાથે ખેડૂતોની માર્ચ જ્યારે બુધવારે કુરુક્ષેત્ર પહોંચી તો ખેડૂતોને રોકવા માટે પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. ખેડૂતોના આંદોલન અને તેમને રોકવાને લઈને હરિયાણાના ગૃહમંત્રી અનિલ વીજે કહ્યું કે સામાન્ય જનતાને તકલીફ ન થાય તે માટે સંપૂર્ણ તૈયારી કરી લેવાઈ છે. 


પુડુચેરી પાર કરી ગયા બાદ નબળું પડી રહ્યું છે Cyclone Nivar, અનેક વિસ્તારોમાં તબાહી


રેલવેએ અનેક ટ્રેનોના રૂટ અને સમયમાં ફેરફાર કર્યો
રેલવેએ અમૃતસરથી આવનારી રેલગાડીઓ કાં તો રદ કરી નાખી અથવા તો રૂટમાં ફેરફાર કર્યો છે. અમૃતસરથી આવનારી 12 ટ્રેનોને રદ કરાઈ છે. જ્યારે અમૃતસરના રૂટ પર દોડતી 9 ટ્રેનોના સમય અને સ્ટેશનોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ખેડૂતોના આંદોલનની અવધિ દરમિયાન પાડોશી શહેરોથી દિલ્હીની અંદર કોઈ મેટ્રો એન્ટ્રી નહીં કરે કે બહાર નહીં જાય. 


બપોરે 2 વાગ્યા બાદ સામાન્ય થશે મેટ્રો સેવા
જો કે આ આદેશ ફક્ત બપોરે 2 વાગ્યા સુધી જ છે. ત્યારબાદ મેટ્રો સેવા સામાન્ય થઈ જશે. દિલ્હી નજીક હરિયાણા અને યુપીની સરહદોથી આવનારા લોકો માટે પણ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube